૧, સિકલ સેલ રોગ એક એવી સ્થિતિ છે જેમાં લાલ રક્ત કોશિકાઓ (Red Blood Corpuscles) યોગ્ય આકાર ધરાવતી નથી. આ કોશિકાઓ માં ઑક્સીજનનું વહન કરતાં હિમોગ્લોબિન નામના પ્રોટીનમાં અસામાન્યતા ના કારણે કોષો સામાન્ય ચપટા ગોળાકાર ના બદલે દાંતરડા (સિકલ) જેવા આકારના બની જાય છે.
૨. આ દાંતરડા જેવા કોષો એકસાથે ભેગા થઈ શકે છે અને નાની રક્ત વહીનીઓને અવરોધી શકે છે.
૩. આ એક આનુવંશિક રોગ છે. આ રોગ ધરાવતી વ્યક્તીઑને તેમના માતા-પિતા પાસેથી ખામીયુક્ત હિમોગ્લોબિન ધરાવતા જનીનો (DNA) વારસામાં મળેલા હોય છે.
Keywords: લાલ રક્ત કોશિકાઓ, હિમોગ્લોબિન, સિકલ સેલ એનેમિયા
0