નવા વર્ષ ૨૦૨૫નાં પ્રારંભે વિશ્વની વસ્તી ૮.૦૯ અબજ થઈ

1. નવા વર્ષ ૨૦૨૫નાં પ્રારંભે વિશ્વની વસ્તી ૮.૦૯ અબજ થઈ છે. ૨૦૨૪માં આખા વર્ષ દરમિયાન વિશ્વની વસ્તીમાં ૭.૧૦ કરોડનો વધારો થયો હતો. અમેરિકાનાં સેન્સસ બ્યૂરોનાં જણાવ્યા મુજબ ૨૦૨૪માં દુનિયાની વસ્તીમાં ૦.૯ ટકાનો વધારો થયો હતો. જો કે ૨૦૨૩ની સરખામણીમાં તેમાં થોડો ઘટાડો થયો હતો. ૨૦૨૩માં વિશ્વની વસ્તી ૭.૫ કરોડ વધી હતી. જાન્યુઆરી ૨૦૨૫માં ગ્લોબલ ડેમોગ્રાફિક ટ્રેન્ડ પર નજર નાંખીએ તો દર સેકન્ડે સરેરાશ ૪.૨ જન્મ અને ૨.૦ મૃત્યુ થતા રહેશે.
2. ૨૦૨૪માં ભારતની વસ્તી ૧૪૧ કરોડ રહી હતી.આમ વિશ્વમાં તે સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બન્યો હતો ભારતની વસ્તી આંકડાના સંદર્ભમાં ૧,૪૦૯,૧૨૮,૨૯૬ નોંધાઈ હતી જે ચીનની વસ્તીના આંક
૧,૪૦૭,૯૨૯,૯૨૯ કરતાં થોડી વધારે હતી. આમ ચીન સૌથી વધારે વસ્તી ધરાવતો બીજા નંબરનો દેશ બન્યો હતો. ૩૪.૧૧ કરોડની વસ્તી સાથે અમેરિકા ત્રીજા ક્રમે હતું.

Keywords: વિશ્વની વસ્તી,

0

Comments: