૧. હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે ઘર્ષણ ના કારણે ચર્ચામાં છે.
૨. પાનાંમાં નહેર પહેલા એશિયા તરફથી આવતા જહાજોને પૂર્વ અમેરિકા જવું હોય તો દક્ષિણ અમેરિકન વિસ્તારમાં જવું પડતું હતું. એમ કરવામાં જહાજને ૧૨૮૭૪ કિલોમીટરનું અંતર વધુ કાપવું પડતું હતું અને ૨ અઠવાડિયા જેટલો સમય જતો હતો.
૩. ૧૮૮૦ માં ફ્રાન્સે ઉતાર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને જોડતા પાનાંમાં ટાપુમાંથી નહેર કાઢવાનું કામ શરૂ કર્યું હતું. પરંતુ તે સમયની ટેકનોલોજી જોતાં આ કામ કઠિન હોવાથી ૧૮૯૦ માં ફ્રાન્સે કામ પડતું મૂક્યું હતું.
૪. ત્યારબાદ અમેરિકાએ ૧૯૦૩ માં કોલંબિયા ના કબજામાંથી પનામને આઝાદી અપાવવામાં મદદ કરી જેના બદલામાં અમેરિકારે ૧૯૦૩ માં હે બુનૌ વરીલા સંધિ દ્રારા પાનાંમાં નહેર બનાવવાનું અને તેના સંચાલનના અધિકારો આપવામાં આવ્યા હતા. અમેરિકાએ ૧૯૧૪ માં નહેરનું કામ પૃરૂ કરેલ હતું.
૫. ૧૯૯૯ સુધી અમેરિકાએ આ માર્ગ ના સંચાલન ની જવાબદારી સાંભળી હતી ત્યારબાદ નહેર પરનું નિયંત્રણ પાનાંમાં કેનાલ ઓથોરીટી ને સોંપી દીધું હતું.
૫. આ નહેરની લોક સિસ્ટમ ખાસ પ્રકારની છે. પાનાંમાં નહેર પેસેફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને જોડે છે. પેસેફિક મહાસાગર ની જળ સપાટી ઊચી છે જ્યારે એટલાન્ટિક મહાસાગર ની જળ સમપાટી નીચી છે. વળી આ નહેર પહાડોમાંથી પસાર થાય છે. આથી તેમાં એક સમુદ્રમાંથી બીજા માં જવા માટે લોક સિસ્ટમ નો ઉપયોગ કરવામાં આવે છે. આ નહેરમાં ત્રણ લોક સિસ્ટમ છે. આ લોક એટલેકે દરવાજાઓ માં પાણીનો ભરવો કરી જહાજોને એક મહાસાગર માંથી બીજા મહાસાગરમાં મોકલી આપાય છે.
૬. ચીન દુનિયાના જળમાર્ગો પર પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે. ચીન વન બેલ્ટ વન રોડ (One Belt, One Road) ઈનીશીએટિવ દ્રારા પાનાંમાં નહેરમાં પાંચ મોટા ઝોનને નિયંત્રિત કરે છે. આ કારણે ચીન નો પ્રભાવ ઘટાડવા માટે અમેરિકા પાનાંમાં નહેરનું સંચાલન પાછું પોતાના હાથમાં લેવા માટે પ્રયત્નો કરે છે.
૭. ભારત અને અમેરિકા વચેના વ્યાપાર માટે આ નહેરની ભૂમિકા મહત્વની છે.
Keywords: પાનાંમાં નહેર, One Belt, One Road, વન બેલ્ટ વન રોડ
0