દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે દરિયાકાંઠાના તેમજ કિચડીયા પક્ષીઓની ગણતરી સેન્સસ યોજાનાર છે

૧. દેશમાં સૌ પ્રથમવાર મરીન નેશનલ પાર્ક-મરીન સેન્ચુરી જામનગર ખાતે આજે તા. ૩ થી ૫ જાન્યુઆરી-૨૦૨૫ દરમ્યાન દરિયાકાંઠાના તેમજ કિચડીયા પક્ષીઓની ગણતરી સેન્સસ યોજાનાર છે. દરિયાકાંઠાના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન એવા જામનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કિંચડીયા પક્ષીઓ તેમજ દરિયા કિનારાનાં પક્ષીઓની ગણતરી કરવામાં આવશે.
૨. રાજયના દેવભુમિ દ્વારકા જામનગર અને મોરબી એમ ત્રણ જિલ્લામાં વિસ્તરેલ મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીમાં ઓબાથી નવલખી સુધી અંદાજીત ૧૭૦ કિ.મી.લાંબા દરિયાકાંઠા અને ૪૨ ટાપુઓનો સમાવેશ થાય છે.
૩. દરીયાકાંઠે ભરતી-ઓટ વેળાએ જીવાતો કાઠે આવે છે. અમુક જીવો કાદવના થર હેઠળ રહે છે. જેને બહાર લાવવા અમુક પક્ષી પગથી કાદવ ટપારે છે અને બહાર આવતા જીવ શોધીને તેઓ ખાય છે.
૪. મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીમાં આલ્ગી, દરિયાઈ શેવાળ, વાદળી, સખત અને નરમ પરવાળા, ડોલ્ડીન, કાચબા, ડુગોંગ, પોરપોઈઝ, વિવિધ જાતિના કરચલા, પફરફીશ, સ્ટારફીશ, બ્રિટલ સ્ટાર, ઓક્ટોપસની સાથે ચેરની વિવિધ પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે.

Keywords: મરીન નેશનલ પાર્ક , મરીન સેન્ચુરી

0

Comments: