૧. રમતગમતમાં શ્રેષ્ઠતાને ઓળખવા અને પુરસ્કાર આપવા માટે દર વર્ષે રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો આપવામાં આવે છે.
૨. 'મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ' છેલ્લા ચાર વર્ષના સમયગાળા દરમિયાન રમતગમતના ક્ષેત્રમાં શાનદાર અને સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે.
૩ . અર્જુન એવોર્ડ (લાઇફટાઇમ) એવા ખેલાડીઓને સન્માનિત કરવા અને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે જેમણે પોતાના પ્રદર્શન દ્વારા રમતગમતમાં યોગદાન આપ્યું છે અને સક્રિય રમતગમત કારકિર્દીમાંથી નિવૃત્તિ પછી પણ રમતગમતના પ્રમોશનમાં યોગદાન આપતા રહે છે.
૪. 'રમતગમત અને રમતોમાં ઉત્કૃષ્ટ કોચ માટે દ્રોણાચાર્ય પુરસ્કાર' કોચને સતત ઉત્કૃષ્ટ અને ગુણવત્તાયુક્ત કાર્ય કરવા અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ખેલાડીઓને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા સક્ષમ બનાવવા બદલ આપવામાં આવે છે
૫. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં એકંદરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર યુનિવર્સિટીને મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી આપવામાં આવે છે.
૬. રમત મંત્રાલયે ૨૦૨૪ના વર્ષમાં શાનદાર સિદ્ધિઓ હાંસલ કરનાર રમતવીરો માટે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડની જાહેરાત કરી દીધી છે. આ વખત ચાર ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશ, ભારતીય હોકી ટીમનો સુકાની હરમનપ્રીતસિંહ, પેરા ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ પ્રવીણકુમાર તથા પેરિસ ઓલિમ્પિકની શુટિંગ ઇવેન્ટમાં બે મેડલ જીતનાર મહિલા શૂટર મનુ ભાકર સામેલ છે.
૭. આ વખતે ૩૨ એથ્લેટ્સને (૧૭ પેરા એથ્લેટ્સ સાથે) અર્જુન એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. આ વખતે કોઈ ક્રિકેટરને એવોર્ડ મળશે નહીં.
૮. મનુ ભાકર પેરિસ ગેમ્સની ૨૦૨૪ ઓલિમ્પિક ની ૧૦ મીટર એર પિસ્તોલ વ્યક્તિગત અને ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઇવેન્ટમાં મનુએ બોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર સ્વતંત્ર ભારતની પ્રથમ એથ્લેટ પણ બની હતી.
૯. ચેન્નાઈના ૧૮ વર્ષીય ચેસ પ્રતિભાશાળી શ્રી ગુકેશ ડી, ડિસેમ્બર ૨૦૨૪ માં સૌથી નાની ઉંમરના વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો. તેમણે રોમાંચક મેચમાં ૭.૫ થી ૬.૫ ના નજીકના સ્કોર સાથે વર્તમાન ચેમ્પિયન ડિંગ લિરેનને હરાવીને આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી.
૧૦. હરમનપ્રીત 2016 ના હોકી જુનિયર વર્લ્ડ કપ દરમિયાન પ્રસિદ્ધિ પામી હતી, જ્યાં તેણે ભારતને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તાજેતરના વર્ષોમાં, તેમણે રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કર્યું છે, તેમને નોંધપાત્ર સિદ્ધિઓ તરફ દોરી ગયા છે, જેમાં ટોક્યો 2020 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
૧૧. પ્રવીણ કુમાર ટોક્યો 2020 પેરાલિમ્પિક્સમાં પુરુષોની ભાલા ફેંક F64 શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
Keywords: મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ (લાઇફટાઇમ), દ્રોણાચાર્ય પુરસ્કાર
0