૧. અરવલ્લી ની તળેટી માં સબરકાંઠા જિલ્લા માં રાજસ્થાન સરહદ પાસે આવેલ આવેલ ગુણભાખરી ગામ પાસે આવેલ ચિત્ર વિચિતરેશ્વર મહાદેવ ખાતે આ મેળો ભરાય છે. અહી ત્રણ નદીઓ આકળ, વિકળ અને સાબરમતી નદીઓનું પવિત્ર સંગમ રચાય છે. મુખ્ય બે આદિવાસી જાતિ ડોંગરી ભીલ અને ગરાસિયા આ મેળામાં ભાગ લે છે.
૨. આ નદીઓના સંગમના પટમાં હોળીના ચૌદમાં દિવસે (ફગાણ વાદી અમાસ) ના રોજ ભારાય છે. મેળા ની શરૂઆત ની આગળ ની રાતે આદિવાસી લોકો પડાવ નાખે છે. સવારે વિતેલા વર્ષમાં ગુમાવેલ સ્વજનોને યાદ કરી વિલાપ ગીતો ગાઈ વિધિસર શ્રાદ્ધ્ કરી અસ્થિ નદીમાં પધરાવે છે. ત્યારબાદ મહાદેવ ના દર્શન કરી મેળા ની શરૂઆત કરે છે.
૩. આ મેળા સાથે સંકળાયેલ દંતકથા અનુસાર મહાભારત સમયે ચિત્રવિર્ય અને વિચિત્રવીર્ય નામના બે ભાઈઓએ આ પવિત્ર સ્થળે મનસા પાપમાંથી મુક્તિ મેળવવા અગ્નિપ્રવેશ કરેલ હતો.
Keywords: ચિત્ર વિચિતરેશ્વર, આદિવાસી મેળો, ગુણભાખરી
0