IMF ના અહેવાલ મુજબ ભારતની જીડીપી દાયકામાં બમણી થઈ

૧. ઇંટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના અહેવાલ મુજબ ૨૦૧૫ માં ભારતની જીડીપી(ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્કટ ) ૨.૧ ટ્રિલિયન USD હતી જે ૨૦૨૫ ના અંત સુંધીમાં ૪.૨૭ ટ્રિલિયન USD પહોંચવાની ધારણા છે.
૨. આ અહેવાલ મુજબ ચાલુ વર્ષમાં ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર ૬.૫ ટકા છે.
૩. વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર એ ફુગાવાને (Inflation) સમાયોજિત કર્યા પછી દેશમાં ઉત્પાદિત માલ તથા સેવાઓના મૂલ્યમાં વધારો દર્શાવે છે.
૪. દેશમાં ફુગાવો ૪.૧ ટકા રહેવાની ધારણા છે.
૫. મોંઘવારી દર હવે દેશની મધ્યસ્થ બેન્ક RBI ની ૪ થી ૬ ટકાની લક્ષિત રેન્જમાં છે.

Keywords: જીડીપી, ફુગાવો, ઇંટરનેશનલ મોનેટરી ફંડ

0

Comments: