૧. ૨૦૨૩ માં એલોન મસ્ક એ પોતાની એઆઈ (AI-Atrificial Intelligence) કંપની બનાવી. જેનું નામ xAI હતું.
૨. ગ્રોક એ xAI દ્વારા વિકસાવવામાં આવેલ એક જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ છે .
૩. એપ્રિલ 2023 માં, એલોન મસ્કે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ "TruthGPT" નામનો AI ચેટબોટ વિકસાવવાનો ઇરાદો ધરાવે છે, જેને તેમણે "બ્રહ્માંડની પ્રકૃતિને સમજવાનો પ્રયાસ કરતી મહત્તમ સત્ય-શોધનાર AI" તરીકે વર્ણવ્યું હતું.
૪. TruthGPT ને પાછળથી "ગ્રોક" તરીકે ઓળખવામાં આવ્યું, જે રોબર્ટ એ. હેઈનલેઈન દ્વારા 1961 માં તેમની વિજ્ઞાન-કથા નવલકથા " સ્ટ્રેન્જર ઇન અ સ્ટ્રેન્જ લેન્ડ" માં સમજણના સ્વરૂપનું (a form of understanding) વર્ણન કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ક્રિયાપદ (વર્બ) હતું.
૫. "સ્ટ્રેન્જર ઇન અ સ્ટ્રેન્જ લેન્ડ" એ અમેરિકન લેખક રોબર્ટ એ. હેઈનલેઈન દ્વારા લખાયેલ ૧૯૬૧ ની વિજ્ઞાન સાહિત્ય નવલકથા છે . તે વેલેન્ટાઇન માઈકલ સ્મિથની વાર્તા કહે છે, જે મંગળ ગ્રહ પર જન્મ્યા પછી અને મંગળવાસીઓ દ્વારા ઉછર્યા પછી પ્રારંભિક પુખ્તાવસ્થામાં પૃથ્વી પર આવે છે, અને પૃથ્વીની સંસ્કૃતિ સમજવા પ્રયત્ન કરે છે.
૬. ૨૦૧૫ માં મસ્ક, સામ ઓલ્ટમેંન અને અન્ય લીડર્સે OpenAIની શરૂઆત કરેલ હતી. ત્યારબાદ મસ્કે મતભેદના કારણે ૨૦૧૮ માં OpenAI છોડી દીધું હતું.
૭. હાલમાં ગ્રોક-૩ કે જે ૨૦૨૫ માં રીલીઝ કરેલું એ ગ્રોક એઆઈ નું અત્યાધુનિક મોડેલ છે.
Keywords: ગ્રોક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, OpenAI
0